પૈસા ચૂકવ્યા વગર પણ ટોલ પ્લાઝા ક્રોસ કરી શકો છો...આ નિયમ ખબર છે તમને?

15 ડિસેમ્બર 2019ના રોજથી ટોલ પ્લાઝા (Toll Plaza)  પર ફાસ્ટેગ (Fastag)  જરૂરી કરી દેવાયો છે. સરકારના આ ફરમાન બાદ મોટાભાગની ગાડીઓ પર Fastags લાગી ગયા હશે અથવા તો પ્રક્રિયા ચાલુ હશે. એનએચએઆઈએ મુસાફરીને સરળ બનાવવા માટે દેશભરના પોતાના 523 ટોલ પ્લાઝા પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન આધારીત (RFID technology) ફાસ્ટેગથી ટોલ ટેક્સ કલેક્શન પણ શરૂ કરી દીધુ છે. નવી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવામાં આવી રહ્યાં છે. 
પૈસા ચૂકવ્યા વગર પણ ટોલ પ્લાઝા ક્રોસ કરી શકો છો...આ નિયમ ખબર છે તમને?

નવી દિલ્હી: 15 ડિસેમ્બર 2019ના રોજથી ટોલ પ્લાઝા (Toll Plaza)  પર ફાસ્ટેગ (Fastag)  જરૂરી કરી દેવાયો છે. સરકારના આ ફરમાન બાદ મોટાભાગની ગાડીઓ પર Fastags લાગી ગયા હશે અથવા તો પ્રક્રિયા ચાલુ હશે. એનએચએઆઈએ મુસાફરીને સરળ બનાવવા માટે દેશભરના પોતાના 523 ટોલ પ્લાઝા પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન આધારીત (RFID technology) ફાસ્ટેગથી ટોલ ટેક્સ કલેક્શન પણ શરૂ કરી દીધુ છે. નવી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવામાં આવી રહ્યાં છે. 

પરંતુ ફાસ્ટટેગ લીધા બાદ પણ તમે પૈસા ચૂકવ્યા વગર ટોલ  પ્લાઝા પાર કરી શકો છો. કદાચ આ અંગે બહુ ઓછા લોકોને જાણકારી હશે. જો ટોલ પ્લાઝાની રીડિંગ મશીન તમારા ફાસ્ટેગને સ્કેન કે રીડ ન કરી શકે તો તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. 

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નેશનલ હાઈવે ફી ડિટર્મિનેશન ઓફ રેટ્સ એન્ડ  કલેક્શન અમેડમેન્ટ રૂલ મુજબ જો કોઈ ગાડી પર ફાસ્ટેગ લગાવવામાં આવ્યું હોય અને તેમા બેલેન્સ પણ હોય પરંતુ ટોલનાકા પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબીના કારણે તમારું ફાસ્ટેગથી પેમેન્ટ ન થઈ શકતું હોય તો ગાડી કોઈ પણ ચાર્જ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થવા દેવામાં આવશે. આ પ્રકારે ટ્રાન્ઝેક્શન માટે વ્હીકલ યૂઝરને ઝીરો ટ્રાન્ઝેક્શનની રસીદ આપવામાં આવશે. 

ફાસ્ટેગ ચાર્જ કરવા માટે National payment corporation of india એ ભીમ એપથી ચાર્જિંગ સિસ્ટમ શરૂ કરી દીધી છે. National payment corporation of india(NPCI)એ ગ્રાહકોને એનઈટીસી ફાસ્ટેગને ભીમ યુપીઆઈ (Bhim UPI) થી રિચાર્જ કરાવવા માટે વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ફાસ્ટેગ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની એક ટેક્નોલોજી છે. જેમાં રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID)નો ઉપયોગ થાય છે. આ ટેગને ગાડીના સામેવાળા કાચ (વિન્ડસ્ક્રિન) પર લગાવવામાં આવે છે. તમારી ગાડી જેવી ટોલ નાકા પાસેથી પસાર થાય છે કે તેના પર લાગેલું સેન્સર તમારી ગાડીના કાચ પર લાગેલા ફાસ્ટેગને ટ્રેક કરી લે છે. 

ત્યારબાદ તમારા ફાસ્ટેગ એકાઉન્ટથી તે ટોલ પ્લાઝા પર થતો ચાર્જ કપાઈ જાય છે. આ પ્રકારે ટોલ પ્લાઝા પર અટક્યા વગર જ ટેક્સની ચૂકવણી થઈ શકે છે. વાહનોમાં લાગેલો આ ટેગ તમારા પ્રીપેડ ખાતું સક્રિય થતા જ કામ શરૂ કરી દેશે.જ્યારે ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમ પૂરી થઈ જશે ત્યારે તમારે ફરીથી રિચાર્જ કરાવવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news